યુવા સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દર મહિને થતી વડીલ યાત્રા તારીખ 05/03/2023 ને રવિવાર ના રોજ 55 જેટલા વડીલો ને સામાજિક સેવાભાવી અગ્રણી અને અરિહંત જવેલર્સ ના ઓનર શ્રીપ્રતાપભાઈ ચોડવડીયા (જીરાવાળા) ના સૌજન્ય થીઅલગ અલગ તીર્થ સ્થાનો પર યાત્રા કરાવવામાં આવી.
યુવા અવસ્થા થી વડીલ અવસ્થા માં પ્રયાણ કરી ચૂકેલા વડીલો ને યાત્રા કરાવીને સંપૂર્ણ યાત્રા નું સૌજન્ય પ્રતાપભાઈ ચોડવડીયા જીરાવાળા દ્વારા આપવામાં આવેલ અને સમાજ સેવા માટે પોતાનું યોગદાન આપી યાત્રા ને સવારે 08:00 કલાકે પટેલ સમાજ વાડી પુણાગામ થી શ્રીવિરજીભાઈ_ચોડવડીયા એ પ્રસ્થાન કરાવી હતી.
યુવા_સંસ્કૃતિ_ચેરિટેબલ_ટ્રસ્ટ ના પ્રમુખ અંકિત બુટાણી,વિપુલ નસિત, રવી કાપડિયા, ભાવેશ કાકડિયા, નરેન્દ્ર રામાણી, મેહુલ રાબડિયા,ના સથવારે યાત્રા મહાપ્રભુજી બેઠક, ત્રણ પાન વડ, રુસ્તમ બાગ મંદિર થી ગળતેશ્વર મંદિર 12 જ્યોતિર્લિંગ ના દર્શન કરીને બપોરે સંત કબીર આશ્રમ માં જમણવાર બાદ વડીલો સાથે જ્ઞાન સાથે ગમ્મત અને મોટીવેશન સેમિનાર નું આયોજન કરીને સાંજે સાકરી મંદિર ના આરતી દર્શન નો લાભ લઈ જમણવાર કરીને સાંજે 09:00 કલાકે યાત્રા પૂર્ણ કરવામાં આવી હતી,
તેમજ પુણાગામ સરગમ સોસાઈટી ના રહીશો દ્વારા યાત્રા ના સામૈયા કરીને વડીલો ને વધાવ્યા હતા,
યાત્રા દરમ્યાન મોટીવેશન સેમિનાર માં સુરત કરંજ ના પૂર્વ ધારાસભ્યશ્રી અને ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ ભા.જ.પા. શ્રીજનકભાઈ_બગદાણા વાળા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા,
અને શ્રીમતી સંગીતાબેન પ્રતાપભાઈ ચોડવડિયા એમના દીકરી મૈત્રી અને જાનવી તેમજ શ્રીમતિ જયશ્રીબેન ભાલાળા અને શ્રીમતિ કોકિલાબેન નવાપરા પણ ઉપસ્થિત રહ્યા હતા,
દાતાશ્રી પ્રતાપભાઈ ચોડવડિયા જીરાવાળા ની વડીલો પ્રત્યે ની સેવા ભાવના ને ખુબ ખુબ
અભિનંદન સાથે વંદન અને વડીલો પ્રત્યેની સેવાના પ્રેરણાદાયક કાર્ય થી યાત્રાળુઓએ પણ ખોબલે ખોબલે આશીર્વાદ વરસાવ્યા હતા,
યુવા સંસ્કૃતિ પરિવાર સુરત