યુવા સંસ્કૃતિ ચેરીટેબલ ટ્રસ્ટના યુવાનો દ્વારા 2016 થી જાગૃતિ યુવા સંગઠન ના માધ્યમથી અલગ અલગ સોસાયટીમાં સંગઠનથી લોક જાગૃતિ કાર્યક્રમોં અવારનવાર કરવામાં આવતા હતા. જે દરમિયાન ખૂબ મોટી સંખ્યામાં યુવાનો સંસ્થા સાથે જોડાયા હતા અને જાન્યુઆરી 2020 માં સંસ્થાના પ્રમુખ શ્રી અંકિતભાઈ બુટાણી દ્વારા યુવા સંસ્કૃતિ ચેરીટેબલ ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી હતી
દરેક પેઢીઓ માટે વટવૃક્ષ ગણાતા વડીલો જ જો દુખી હોય, નિરાધાર હોય તો આ માનવ સમાજ સમૃદ્ધી વચ્ચે પણ કઈ રીતે સુખી બની શકે, માટે જ આજના સમય ને આધારે અને આવનાર સમય માટે યુવા સંસ્કૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તાપી નદીને કાંઠે વસેલ દયા દાન અને દાતારો ની દાનવીર કર્ણની ભૂમિ સુરત શહેર ને આંગણે વડીલો માટે અને નિરાધાર વૃદ્ધ ગૌમાતા માટે દિવ્ય સંસ્કૃતિધામ નું નિર્માણ કરવાના સંકલ્પ સાથે સંસ્થા ના 250 યુવાનો સેવાનો ભેખ પહેરીને પરમાર્થ ભાવે સેવા કરી રહ્યા જેમાં વડીલો ને રહેવા માટેની સુવિધાઓ, ગૌમાતા માટે ગૌશાળા, રામજી મંદિર અને ચોરો,યજ્ઞશાળા, સત્સંગ ભવન, વડીલ કેર સેન્ટર, સહીત ની અદ્યતન સુવિધાઓ સાથે વડીલો બચેલી જિંદગી માણી શકે એવા ભાવથી આપ સૌને પણ આ પરમાર્થ કાજે ઉપાડેલા ગોવર્ધન માં આંગળી લગાવી પુણ્યકાર્ય માં સહભાગી થવા નિમંત્રણ છે
પ્રમુખશ્રી
ઉપપ્રમુખશ્રી
મંત્રી શ્રી
ખજાનચીશ્રી
સંયોજક્શ્રી