કોરોના વેવ-2 દરમ્યાન વિશ્વ માં કોરોના મહામારી એ હાહાકાર મચાવ્યો હતો,
એ દરમિયાન સુરત શહેર ની સિવિલ હોસ્પિટલ, સ્મિમેર હોસ્પિટલ અને પ્રાઇવેટ હોસ્પિટલો દર્દીઓથી ઉભરાતી હતી,
અને એક સમયે એવો પણ આવ્યો હતો કે હોસ્પિટલોમાં દર્દીઓ માટે જગ્યા મળવી મુશ્કેલ હતી,
એ સમયે સંસ્થાના યુવાનોએ પરિસ્થિતિને વર્તીને ગુજરાતનો સૌપ્રથમ આઇસોલેશન સેન્ટર તારીખ :- 11/04/2022 ને રવિવાર ના રોજ ચાલુ કર્યો હતો,
જેમાં તમામ દર્દીઓને વિનામૂલ્યે સારવાર અને ઓક્સિજન, મેડિસિન, સીટીસ્કેન, ની સુવિધાઓ તેમજ દર્દીઓ અને દર્દીઓ ના સગા માટે રહેવા, જમવા સહિતની તમામ સુવિધાઓ પુરી પાડીને ભારત દેશમાં માનવસેવા નું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું હતું,
દર્દીઓની સેવા સાથે સાથે દર્દીઓ માટે આઇસોલેશન વોર્ડ માં હાસ્ય મનોરંજન, યોગ એરોબિક્સ, મહા આરતી જેવા પણ વિવિધ કાર્યક્રમો કરીને દર્દીઓ ના મન પ્રફુલ્લિત રાખવાના કાર્યો પણ થતા હતા,
સતત 48 દિવસ સુધી કોરોના ના દર્દીઓ માટે આઇસોલેશન સેન્ટર પર તબીબી સારવારસેવા કાર્યરત રાખીને સંસ્થાના 40 જેટલા યુવાનોએ સતત 48 દિવસ સુધી દિવસ રાત સેવા આપીને 416 જેટલા દર્દીઓને સાજા કરીને ઘરે પરત મોકલ્યા હતા,
અને સાથે સાથે લોકોને દેવાના ડુંગરમાં દબાતા પણ બચાવ્યા હતા,